Welcome to egujaratitimes.com!

પ્રેમ માણસને સખણો રાખે છે...!

'પ્રેમ' આપણા વિશે શું વિચારતો હશે? એ દરેક વ્યકિતમાં લૈલા-મજનુને શોધવાની ભૂલ તો નહીં જ કરતો હોય! કારણકે દરેક વખતે નિષ્ફળ જવું તો પ્રેમને પણ ન પાલવે...! પ્રેમ કરતી વખતે આપણે ફૂલોને ખૂબ નુકશાન કરીએ છીએ. જેને ફૂલ આપીએ છીએ એને તો કરીએ જ છીએ...! ફૂલ જો આત્મકથા લખે તો એણે ચોક્કસ લખ્યું હોત કે મારો શું વાંક કે મારે આ બંનેના નિમિત્ત બનવું પડયું! જોકે પ્રેમ પણ પછી સુગંધની જેમ ઊડી જતો હોય છે અને વિતેલો ભૂતકાળ ખરી પડવાની રાહ જોતો હોય છે. આ વેલેન્ટાઇન ડેથી વેલણટાઇમ ડે સુધીની વાત છે.
આપણે રોઝ ડે ઉજવીએ છીએ. ફૂલોના રંગ પ્રમાણે પ્રેમની પરાકાષ્ઠા નક્કી કરીએ છીએ આપણે. પરંતુ જે રંગ પેલી વ્યકિતને જોતાં એની આંખમાં દેખાયો હોય એ રંગ ગુલાબ પર કઇ રીતે લાવવો? પ્રેમ થાય છે ત્યારે એક આકાશ આપણામાં ઊછરે છે... સુગંધને પાંખો ફૂટે છે... ઘરના અરીસામાં કોઇક રહેવા આવે છે... રીંગ વાગ્યા વગર રણકે છે કશુંક... સામેવાળાને આપણો ચહેરો જોવાની મઝા પડે છે... તમે થોડાંક પગલાંઓ ચાલ્યા હોવ અને ભવોભવનું સરનામું મળે... પ્રેમ શબ્દ નથી સ્થિતિ છે... એ બસ, ટ્રેન કે મુસાફરીમાં બાજુવાળા જોડે થતો ટાઇમપાસ નથી. પ્રેમ આત્માનો આવિષ્કાર છે... એકબીજાનો સ્વીકાર છે... સ્વાર્થનો ઉધ્ધાર છે... સપનાની સવાર છે.
જેટલી મઝા પ્રેમ કરવામાં છે એટલી જ મઝા એને ટકાવી રાખવામાં છે. એક જ વ્યકિતમાંથી હંમેશા નવું શોધવાની કળાને પ્રેમ કહેવામાં આવે છે. મિલન પછી થેંકયુનો એસ.એમ.એસ. મોકલનારાઓને આ વાતની ખબર નહીં પડે... માણસને ઉંમર નડી શકે છે પણ સંબંધને ઉંમર નથી હોતી... એ તો વ્યકિતની ગેરહાજરીમાં પણ એનો સૂર પૂરાવે છે... સંબંધ એ માણસાઇનો પ્રોટોકોલ છે... અને પ્રેમ એનું 'ટોનિક' છે.
આંખોના ઈશારાથી જ ખબર પડી જાય કે આજે તમે મને રૂમાલ આપવાનું ભૂલી ગયાં હતાં અને આંખોના ઈશારાથી જ પિકચર જોવાં ન જઇ શકવાનો અફસોસ વાંચી શકાય છે... પ્રેમની કવિતા એકબીજાના ધબકારા પર લખવાની હોય છે... એક જણ ફૂલ બને તો બીજાએ સુગંધ થવાનું હોય છે... (જોકે કેટલાંક કાગળના ફૂલ હોય છે પણ હું એમની વાત નથી કરતો હું તો ઝાકળના ફૂલની વાત કરું છું...)
વેલેન્ટાઇન ડે એ ખરેખર તો પ્રેમને 'થેંકયુ' કહેવાની મોસમ છે. આખું વર્ષ આપણામાં રહેલા માણસને સખણો રાખે છે પ્રેમ...! પ્રેમ થાય એટલે લગન કરવા જ પડે એ સ્થિતીમાં આજનો જમાનો નિર્ભર નથી માણસ હવે બારણાનો ઉપયોગ પણ ઘરની બારીની જેમ કરતો થયો છે. લગ્ન એ તો પ્રેમનો મુકામ છે, અંજામ નથી! વેલેન્ટાઇન ડે આપણને કશું જ શિખવાડવા માટે કે સલાહો આપવા માટે નથી આવતો... વેલેન્ટાઇન ડે સમગ્ર વિશ્વ પ્રત્યેના આપણા વ્હાલને તાજુંમાજું કરવા આવે છે.
આ દુનિયામાં એક પણ માણસ એવો નહીં હોય જેણે પ્રેમ નહીં કર્યો હોય... છેવટે એ એના પોતાના પ્રેમમાં તો હશે જ! પ્રેમમાં કશું જ કરવાનું નથી હોતું... બધું જ થયાં કરે છે... પ્રેમમાં વફાદારી જોઇએ અને મૈત્રીમાં પ્રેમ જોઇએ. બંનેમાં 'હોવું' ઉત્સવ બની જાય છે. મિત્ર શોધવો પડે છે માટે એની પાસેથી વફાદારીની અપેક્ષા હોય પણ પ્રેમ શોધવાનો નથી હોતો માટે અપેક્ષા નહિવતૂ હોય છે.
વેલેન્ટાઇન ડે નવો ઉન્માદ લઇને આવે છે. નવો થનગનાટ લઇને આવે છે. પ્રેમ રસ્તાથી આગળ ચાલવાની વાત છે. સાવ અમસ્તા થવાની વાત છે. એને માણવા માટે નિશ્ચિત ઉંમરની બાંહેધરી જરૂરી નથી. પહેલ વહેલો પ્રેમ એટલે શું? આ પહેલ વહેલા પ્રેમની વ્યાખ્યા દરેક ઉંમરે બદલાતી હોય છે. જોકે, ઘણાં એવાય હોય છે જે હંમેશા પૂછતાં જ રહે છે કે સાચો પ્રેમ કઇ ઉંમરે થાય? એમને એટલી પણ ખબર નથી હોતી કે પ્રેમ થાય એ જ ઉંમર સાચી કહેવાય...!

 

Gujarat's First Hindi Daily ALPAVIRAM's
Epaper

             
   

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Gujarat's Popular English Daily
FREE PRESS Gujarat's
Epaper

             
   

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Gujarat's widely circulated Gujarati Daily LOKMITRA's
Epaper

             
   

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

         

 

Contact us on

Archives
01, 02