Welcome to egujaratitimes.com!

‘वेलेन्टाइन्स डे’ स्पेशियल

'વેલેન્ટાઇન્સ ડે' સ્પેશિયલ

કેટલાક સાધુઓ ચટાઈ પર બેઠા હતાં. એક યુવાને આવીને સૌથી મોટા સાધુ બાબાને પૂછૂયું : ''બાબા, લડકિયાં ભાવ નહીં દેતી કયા કરૂં ?''
મોટા બાબાએ નાના સાધુને બૂમ પાડી, ''ગુટકેશ્વર એક ચટાઈ ઓર લા !''
આ રમૂજ આજે એટલા માટે યાદ આવી છે કારણ કે, આ મહિનાની ૧૪મી તારીખે 'વેલેન્ટાઇન્સ ડે' છે આખું વર્ષ ભાવ ન આપ્યો હોય અને સુખે-દુ:ખે ચલાવી લીધું હોય તેવા યુવાનોને પણ જો આજે ભાવ ન મળ્યો તો કાલથી ચટાઈ પર બેસવું પડે તેમ પણ બને !
રોમમાં થઈ ગયેલા સંત વેલેન્ટાઇનના જીવન સાથે વણાયેલી દંતકથાઓમાં આ દિવસની ઉજવણી પાછળ બે-ત્રણ જુદા જુદા પ્રસંગો છે પરંતુ તેનું સામાન્ય તારણ એટલું જ કે સંત વેલેન્ટાઇનની ગણના પ્રેમીઓના આશ્રયદાતા તરીકે થતી.
તે સમયના સમ્રાટ કલાઉડીયસે તેમને ચૌદ ફેબ્રુઆરીએ દેહાંત દંડની સજા આપી (ફેબ્રુઆરી ૧૪, ૨૬૯ એ.ડી.) ત્યારથી આ દિવસની ઉજવણી થઈ રહી છે.
 આમ તો ઘણાં ઇતિહાસકારોના મતે આ ઉજવણી છેક ત્રીજી સદીથી થતી આવે છે અને તે રોમન દેવતા લ્યુપરકસને રાજી રાખવાના ભાગરૂપે કરવામાં આવતી હતી.  તો વળી કેટલાક યુરોપીયનોના મતે આ દિવસથી પક્ષીઓ પોતાના સાથી શોધવાની શરૂઆત કરે છે. મહાન સાહિત્યકાર વિલીયમ શેકસપીયરે પણ પક્ષીઓની આ વાત તેની રચના 'ટુ હીઝ વેલેન્ટાઇન'માં કરી છે.
આ બધી ઇતિહાસની વાતો છે. ઇતિહાસકારોના મતમતાંતરોના વમળમાં આપણે નથી ફસાવવું આપણે તો એટલું જ જાણીએ કે આ દિવસે પ્રેમ-સંદેશાઓની આપ-લે થાય છે અને યુવક- યુવતીઓ પક્ષીઓની જેમ પોતાના સાથી પસંદ કરવાની કે પસંદ થઈ ગયેલાની સાથે સમય વિતાવવાની ચેષ્ટા કરે છે.
સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ગ્રીટીંગ કાર્ડસની ખપત ક્રિસમસ દરમ્યાન થાય છે અને તે પછી 'વેલેન્ટાઇન્સ ડે'નો વારો આવે છે પણ ગુલાબની ખપત સૌથી વધારે આ દિવસે થાય છે.
આ બાબતમાં યુવતીઓ કરતાં યુવકો વધુ ઘેલાં બને છે.
સર્વેક્ષણો એવું કહે છે કે, તોંત્તેર ટકા યુવકોની સામે સત્યાવીસ ટકા યુવતીઓ જ ગુલાબ કે કાર્ડ આપે છે.
આમે ય પ્રેમનો પ્રસ્તાવ પુરૂષોએ મૂકવાનો, સ્ત્રીઓએ તો પ્રતીક્ષા કરવાની કે એ પ્રણયસભર પ્રસ્તાવ મૂકે - આવો એક સામાજિક શિરસ્તો સદીઓથી નથી ચાલ્યો આવતો ?!
અલબત્ત, તૂટી જશે, થોડા વર્ષોમાં આ શિરસ્તો ચોક્કસ તૂટશે - યુવતીઓ મજબૂત થઈ રહી છે !
બીજી રસપ્રદ વાત એ છે કે આજે સંદેશા વ્યવહારના માધ્યમમાં તહેલકા મચાવનાર ચલિત દૂરભાષ યંત્ર (ઓફકોર્સ તમારો મોબાઇલ) નવરું નહીં પડે. પ્રેમ હોય કે ન હોય અર્થ સમજ્યા હોય કે ન સમજ્યા હોય મેસેજો ફોરવર્ડ થતા રહેશે.
એવી એવી વ્યકિતના મેસેજો આવશે કે તમને થશે કે જાણે એ એવું પૂછે છે કે, 'મને પ્રેમ છે, તને કેમ છે ?'
પરંતુ જોગાનુજોગ બનેલી વાત એ છે કે સંદેશા વ્યવહારની સૌથી ક્રાંતિકારી શોધ 'ટેલીફોન'ની પેટન્ટ માટે ગ્રેહામ બેલે ૧૪ ફેબ્રુઆરી ૧૮૭૬ના દિવસે અરજી કરી હતી.
પ્રેમના સંદેશાની આપ-લે કરવાની છે તમને ગમે તે રીતે કરો પરંતુ જે કરો તેમાં તમારી લાગણીઓની સચ્ચાઈ અને પ્રમાણિકતા દેખાવી જોઈએ. સંદેશાની આપ-લે માટેનું કનેકશન કાર્ડ, ગુલાબ, વ્હોટસ્એપ, એસ.એમ.એસ., ફોન, ઇ-મેઇલ કંઈ પણ હોય પરંતુ સૌથી અસરકાર આંખોનું કનેકશન છે. આંખમાં આંખ પરોવીને કરવામાં આવેલો લાગણીઓનો વ્યવહાર સૌથી ઉત્કૃષ્ટ છે. જરૂરી નથી સામે છેડે પ્રેમી કે પ્રેમિકા જ હોય, તમારા જીવનમાં યોગદાન આપનાર કોઈ પણ હોઈ શકે.
વેલેન્ટાઇન ટીપ્સ અંગે ઇન્ટરનેટના કોઈપણ સર્ચ એન્જીનમાં સર્ચ કરશો તો પચ્ચાસ લાખથી પણ વધુ સાઇટોનું લીસ્ટીંગ આવશે એટલે યુવાનોને કોઈ ટીપ્સ આપવી એ સૂરજ સામે દીવો ધર્યા જેવું બનશે પણ સાવ સરળ વાત એટલી જ કહેવી છે કે તમારી કલ્પના શકિતને કામે લગાડી કંઈક એકદમ ઓરીજીનલ શોધી કાઢો જે તમારી લાગણીઓનો પર્યાય બનીને એની ઉપર વરસી પડે !

 

Gujarat's First Hindi Daily ALPAVIRAM's
Epaper

             
   

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Gujarat's Popular English Daily
FREE PRESS Gujarat's
Epaper

             
   

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Gujarat's widely circulated Gujarati Daily LOKMITRA's
Epaper

             
   

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

         

 

Contact us on

Archives
01, 02